///

લવજેહાદ બિલને શિવરાજ કેબિનેટની મંજૂરી, 10 વર્ષ સુધી સજાની જોગવાઇ

હવે મધ્ય પ્રદેશની શિવરાજ સરકારે લવ જેહાદ વિરૂદ્ધ ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020ના ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે શનિવારે યોજવામાં આવેલી કેબિનેટ બેઠકમાં આ ડ્રાફ્ટ પર મોહર લગાવવામાં આવી છે. હવે આ બિલને વિધાનસભાના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. ત્યારે વિધાનસભામાંથી પાસ થયા બાદ ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020 કાયદો બની જશે.

મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન ડૉ. નરોત્તમ મિશ્રાએ કેબિનેટ બેઠક બાદ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020 ડ્રાફ્યમાં કુલ 19 જોગવાઇ છે. તેમના અનુસાર મધ્ય પ્રદેશમાં બનવા જઇ રહેલા લવ જેહાદના કાયદા બીજા રાજ્યોમાં બનેલા કાયદાઓ કરતાં વધુ કડક હશે. જેમાં દોષીને 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જેહાદ વિરૂદ્દ કાયદાને અધ્યાદેશ દ્વારા અમલમાં લાવી ચૂકી છે.

ત્યારે હવે મધ્ય પ્રદેશની શિવરાજ સરકાર પણ તે માર્ગ પર આગળ વધી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જેહાદ વિરૂદ્ધ અધ્યાદેશ દ્વારા જે કાયદો લાગૂ કર્યો છે, તેમાં બિન જામીન કલમો હેઠળ કેસ દાખલ કરવા અને 10 વર્ષની કઠોર સજાની જોગવાઇ છે. તેનું અધ્યન કરવા માટે થોડા દિવસો પહેલાં મધ્ય પ્રદેશ વિધાનસભાના પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્મા ઉત્તર પ્રદેશના પ્રવાસે પણ આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.