//

ચોંકાવનારો ખુલાસો – ભારત પાસે પૂરતી ટેસ્ટ કીટ જ નથી

કોરોના વાયરસ સામે ચાલી રહેલા જંગમાં ભારતે અત્યાર સુધીમાં સારી તાકાત બતાવી છે.. પરંતુ પરીક્ષણ કીટના અભાવે ભારતમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.. એવા આંશકા છે કે ભારતમાં અત્યાર સુધીમાં ખૂબ ઓઠા લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા છે જેથી પીડિતોની સંક્યા ઓછી છે. જ્યારે અમેરીકા અને ઈટલી જેવા દેશોમાં ભારત કરતા અનેક ગણા વધારે પરિક્ષણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે 31 માર્ચ સુધીમાં ભારતમાં 42 હજાર 788 પરીક્ષણો કરાયા હતા. ટેસ્ટ કીટની અછતના કારણે પરિક્ષણ ઓછા થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત પાસે મોટી માત્રામાં ટેસ્ટ કીટ બનાવવાનું સંસાધન નથી, જેથી ટેસ્ટ કીટનો અભાવ ભારત માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે.. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, ભારતમાં વારસ પરિક્ષણ માટેની ખાનગી અને સરકારી બંન્ને મળીને લગભગ 200 લેબ છે.. તો સરકારની 123 લેબમાં માત્ર 36 ટકા મુજબ કામ ચાલી રહ્યું છે. સ્વેદશી કીટ વહેલી તકે બજારમાં આવે તેની શક્યતા ઓછી છે. જ્યારે કીટ બનાવતી વિદેશી કંપનીઓએ કહ્યું કે તેમની પાસે ભારત માટે બહુ લિમિટેડ સ્ટોક છે.. મેટ્રોપોલિસ હેલ્થ કેર લિમિટેડના પ્રમુખ નીલેશ શાહના જણાવ્યું કે- તેમની પાસે કીટજ નથી તો કેવી રીતે પરિક્ષણ કરશે.. ભલે ગમે તેટલા દર્દીઓ સામે આવે પરંતુ તેમની ચકાસણી કઈ રીતે કરાશે. કેટલીક ખાનગી કંપનીઓ કીટ બનાવવા તૈયાર છે પરંતુ સરકાર તરફથી લીલી ઝંડી મેળવવામાં વિંલબ થઈ રહ્યો છે.. સરકાર એવી કંપની પાસેથી કીટ લઈ રહી છે જે પહેલાથીજ માન્ય છે જેથી નવી કંપનીઓને માન્યતા આપવામાં વાર લાગે તે સ્વભાવિક છે

Leave a Reply

Your email address will not be published.