///

Paytmનો ઉપયોગ કરનાર દુકાનદારોને મળી આ મોટી રાહત

ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગકર્તા માટે રાહતના એક સમાચાર આવ્યા છે. જેમાં અગ્રણી પેમેન્ટ એપ પેટીએમે હવે તેની સાથે જોડાયેલા દુકાનદારને UPI અને રૂપે કાર્ડની સાથે પેટીએમ દ્વારા કરવામાં આવતા પેમેન્ટ પર હવે કોઈપણ પ્રકારના ચાર્જમાંથી મુક્તિ આપી છે. આમ હવે દુકાનદારો કોઈપણ પ્રકારના ચાર્જની ચિંતા કર્યા વગર વિના મૂલ્યે ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

આ અંગે પેટીએમે જણાવ્યું હતું કે, તેના પગલાંથી લગભગ 1.72 કરોડ જેટલા દુકાનદારોને ફાયદો થશે. દુકાનદારો પોતાના બેંક ખાતામાં ડાયરેક્ટ સેટલમેન્ટની સાથે પોતાના બધા જ ડિજિટલ પેમેન્ટ પર ઝીરો ટકા ફીનો ફાયદો ઉઠાવી શકશે. પેટીએમ સાથે જોડાયેલા દુકાનદાર હવે ઝીરો ટકા ફી પર પેટીએમ વોલેટના માધ્યમથી અનલિમિટેડ પેમેન્ટ લઈ શકશે. સાથે જ દુકાનદારોએ હવે પોતાના કાઉન્ટર પર ઘણા બધા ક્યુઆર કોડ રાખવાની જરૂરિયાતમાંથી પણ છૂટકારો મળશે. તેમણે પેટીએમ વોલેટ, પેટીએમ UPI અથવા તે કોઈ બીજા UPI એપથી પેમેન્ટ લેવા માટે ઓલ-ઇન-વન-ક્યુઆર રાખવાનું રહેશે.

પેટીએમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કુમાર આદિત્યએ જણાવ્યું હતું કે, અમે દેશભરમાં અમારા મર્ચન્ટ પાર્ટનર્સને મજબૂત કરી રહ્યા છીએ. તેનાથી તે તમામ વોલેટ પેમેન્ટને સ્વીકાર કરી શકશે. પોતાના બેંક ખાતા વગર તેને સેટલ કરી શકશે. તેનાથી ધંધાર્થીઓને દરેક લેણદેણની સાથે વધારે બચત કરવામાં મદદ મળશે. હવે ધંધાર્થી જુદા-જુદા ક્યુઆર કોડની ઝંઝટ વગર એક જ ક્યુઆર દ્વારા તમામ લેણદેણ કરી શકે છે.

આ ઉપરાંત પેટીએમે તાજેતરમાં જણાવ્યું હતું કે, તેની પોસ્ટપેઇડ સેવાઓનો વપરાશ કરનાર યુઝર્સ તેના ખર્ચાઓને EMIમાં કન્વર્ટ કરી શકે છે. તેનાથી યુઝર્સ બજેટની ચિંતા કર્યા વગર વધારેમાં વધારે ખરીદદારી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published.