જેતપુરની શૈક્ષણિક સંસ્થાની દરિયાદિલી દર્શાવી ધવલ ઇન્ટરનૅશનલ સ્કૂલનું બિલ્ડીંગ હોસ્પિટલ બનાવવા મુખ્યમંત્રીને રજુઆત કરી

કોરોના વાયરસની મહામારીને લઇને સમગ્ર વિશ્વમાં કહેર મચી ગયો છે, ભારત માં પણ કોરોનાને લઇને એક ભય છે ત્યારે કોરોના માટે ખાસ રૂમો અને મકાનની જરૂર ઉભી થવાની છે, ત્યારે જેતપુરની એક શૈક્ષણિક સંસ્થા આગળ આવી છે અને પોતાની સ્કૂલનું પૂરું બિલ્ડીંગ સરકારને આપવા માટે આગળ આવી છે, જેના માટે આ શાળા દ્વારા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે, જેતપુર થી 5 કિમિ દૂર આવેલ ધવલ ઇન્ટરનૅશનલ સ્કૂલને કોરોનાના દર્દીઓ અને જે વ્યક્તિને કોરોનાને લઇને કોરોનટાઇન કરવામાં આવેલ હોય તેવા વ્યક્તિને અહીં રાખવા માટે, પુરી સ્કૂલના બિલ્ડીંગને સરકારને આપવા માટે તૈયારી બતાવી છે, જેંમાં સ્કૂલ બિલ્ડીંગના 25 હોસ્ટેલ રૂમો કે જેં એટેચ બાથરૂમ સાથે અને અન્ય 50 જેટલા રૂમ કોરોનાના દર્દીને માટે મેડિકલ સુવિધાના ઉપયોગ માટે અને કોરોનાના લોકોને અહીં કોરોનટાઇ કરવા માટેને સરકારને સુપ્રત કરવા માં આવેલ છે, સાથે અહીં ના 100 જેટલા સ્કૂલના કર્મચારીઓ પણ આ કોરોનાના દર્દી અને કોરોનટાઇ કરેલા વ્યક્તિની સેવામાં 24 કલાક હાજર રહેશે, સરકારે સ્કૂલ બિલ્ડીંગ પરત કરતા સમયે માત્ર બિલ્ડીંગને સંપૂર્ણ સૅનેટાઇઝ કરી અને દવા છાંટીને આપવા માં આવે તે જરૂરી હોવાનું સ્કૂલ સંચાલક દ્વારા જણાવેલ હતું સ્કૂલના મેનેજીંગ ડાઈરેકટર દિનેશ ભુવાએ જણાવેલ છે. 

Leave a Reply

Your email address will not be published.