//

શ્વેતા તિવારી પર દગાખોરીનો લાગ્યો આરોપ

શ્વેતા તિવારી છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાં સપડાઈ ગઈ છે. ત્યારે શ્વેતા તિવારી પર દગાખોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે શ્વેતાએ મુંબઇમાં એક એક્ટિંગ સ્કુલ ચાલુ કરી હતી, જેનું નામ શ્વેતા તિવારીઝ ક્રિએટીવ સ્કુલ ઓફ એક્ટિંગ રાખ્યું હતું. રાજેશ પાંડે આ સ્કુલમાં એક્ટિંગ ટીચર હતા અને રાજેશે આરોપ લગાવ્યો છે કે, શ્વેતાએ તેને 2018 ડિસેમ્બરની સેલેરી નથી આપી અને ટીડીએસના પૈસા પણ નથી આપ્યા. શ્વેતાની સ્કુલમાં મે કામ કર્યુ અને મને દગો મળ્યો છે.

આ અંગે શ્વેતાના પતિ અભિનવને ફોન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, હું રાજેશને પર્સનલી ઓળખું છુ અને આ વાત સાચી છે કે શ્વેતાએ તેને 50000 રૂપિયા નથી આપ્યા. બે વર્ષથી તે શ્વેતાની સામે પૈસા માટે હાથ પગ જોડી રહ્યો છે પરંતુ શ્વેતા તેને પૈસા જ નથી આપી રહી. રાજેશ પાસે પુરાવા છે કે તેને શ્વેતાએ પૈસા આપ્યા નથી.

નોંધનીય છે કે, થોડા સમય પહેલા શ્વેતા પર તેના પતિ અભિનવ કોહલીએ આરોપ લગાવ્યો હતો કે, તે તેને પોતાના દિકરા સાથે મળવા દેતી નથી અને દિકરાને ગોંધી રાખ્યો છે. થોડા સમય બાદ અભિનવે શ્વેતા પર માનહાનિની લિગલ નોટિસ મોકલી હતી.

Leave a Reply

Your email address will not be published.