///

નિવાર તોફાનના સંકેત, ચેન્નાઈમાં ભારે વરસાદ થઈ ગયો શરૂ

આજે બંગાળની ખાડી પર સર્જાયેલો પ્રેશરનો વિસ્તાર ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ ગયો છે. આ વર્ષે નિવાર નામનું તોફાન ચોથું ચક્રવાતી તોફાન છે. આ પહેલા પણ અમ્ફાન, નિસર્ગ અને ગતિ આવી ચૂક્યું હતું. સોમાલિયાથી શરૂ થયેલા ગતિ તોફાનનો ખતરો 2 દિવસ પહેલા ટળ્યો છે. ત્યારે હવે આ સમયે દરેકની નજર નિવાર તોફાન પર ટકેલી છે. તો બીજી બાજુ તમિલનાડુ અને પોન્ડિચેરીમાં વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. ચેન્નાઈમાં આજે સતત વરસાદ થઈ રહ્યો છે. મૌસમ વિભાગના જણાવ્યાનુંસાર આજે વરસાદની રફ્તારમાં વધારે સ્પીડ આવી છે.

બંગાળની ખાડીમાંથી ઉઠેલું આ તોફાન સતત આગળ વધી રહ્યું છે. હાલમાં પોન્ડિચેરીથી આ તોફાન 410 કિમી દક્ષિણમાં છે. જ્યારે ચેન્નાઈથી દક્ષિણ પૂર્વમાં 450 કિમી દુર છે. તોફાન ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધતા તમિલનાડુ તટ તરફ જશે. ચેન્નાઈમાં કાલે એટલે કે સોમવાર રાતથી વરસાદ થઈ રહ્યો છે. અત્યાર સુધી 71 મિલી મીટર વરસાદ રેકોર્ડ નોંધાયો છે. તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને ઓડિશાના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ રહ્યો છે.

આ અંગે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય આફત મેનેજમેન્ટ સમિતીએ સોમવારે બેઠક કરી હતી. આ તોફાનને ધ્યાનમાં રાખીને ઉપાયો પર વિચાર વિમર્શ કરશે. સાથે સંબંધિત રાજ્ય સરકારો સહિત અનેક પક્ષોને અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ બને તે માટે નિર્દેશ અપાયા છે.

Leave a Reply

Your email address will not be published.