/////

ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત

ગુજરાતની પેટાચૂંટણીની 8 બેઠક માટે આગામી 3જી નવેમ્બરના રોજ મતદાન યોજાવવાનું છે. આ વચ્ચે રવિવારે સાંજે 6 કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડયા હતાં.

ઉલ્લેખનિય છે કે આ વખતે કોરોનાની મહામારી વચ્ચે પણ ચૂંટણીનો માહોલ ઊભો કરવામાં રાજકીય પક્ષોએ ભારે મહેનત કરી હતી. આક્ષેપો સાથે રાજકીય પક્ષોએ ગરમાવો લાવવાનો પ્રયાસ કર્યો હતો.

મહત્વનું છે કે બે દિવસ બાદ એટલે કે 3જી નવેમ્બરના રોજ મંગળવારે મતદાન થશે. જેનું પરિણામ 10 નવેમ્બરના રોજ આવશે.

Leave a Reply

Your email address will not be published.