//

નિષ્ઠાવાન IPS નિપુણા તોરવણે, કવિતા લખી લોકોને અવેર કર્યા

લોકડાઉન દરમિયાન પોલીસ કેટલાક સોસાયટી અને ફ્લેટમાં જઈને બેન્ડ, ડીજે દ્વારા લોકોને મનોરંજન પૂંરુ પાડે છે કોરોનાથ બચવા ઘરમાં રહેવું જરૂરી છે કોરોના સામે લડવા ઘરમાં રહેવાની અપીલ સાથે સુરતના પીએસઆઈ સી.એચ પનારાએ લોકો માટે ગીત ગાયું હતું ત્યારે ગુજરાતના મહિલા આઈપીએસ અધિકારીએ કવિતા લખી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે. IPS નિપુણા તોરવણેએ વધુ વાતચીતમાં જણાવ્યું હતું કે- કોરોના સામે લડવા જેમ લોકડાઉન જરૂરી છે તેમ લોકડાઉન માટે લોકોમાં અવેરનેસ લાવવી જરૂરી છે જેથી ગઈ કાલે લોકડાઉનની ચેકીંગ બાદ તેઓએ કવિતા લખી હતી.. તેઓએ કહ્યું કે લોકડાઉન સમયમાં પોલીસ સાથે ઘર્ષણ અને આરોગ્ય કરમ્ચારીઓ સાથે ગેરવર્તન થતું હોય છે જે ના થવું જોઈએ.. લોકોએ ઘરમાંજ રહેવું જોઈએ. વર્ષ 2000ની બેચના ગુજરાત કેડરના IPS અને હાલમાં અમદાવાદમાં સેકટર-2માં જોઈન્ટ પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા નિપુણા તોરવણએ કોરોના સામે લડવાની પ્રેરણા આપતી એક કવિતા લખી છે.. શહેરમાં પોલીસ દિવસ રાત રોડ પર બંદોબસ્ત કરી રહી છે અને જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહી છે.

તો IPS નિપુણા તોરવણએ કોરોના વાયરસ સામે કઈ રીતે લડી શકાય તે સમજાવતી કવિતા લખી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે. IPS નિપુણા તોરવણએ કવિતામાં લખ્યું છે કે કોરોના હરાવવા દેશભરમાં લોકડાઉન છે કોરોના એક વિશ્વ વ્યાપી રોગચાળો છે.. શક્ય તેટલું અંતર બનાવવું પડશે, ચહેરો માસ્કથી કવર કરી બિન જરૂરી રીતે ઘર ન છોડો, વારંવાર હોથ ધોવો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો.. ગરમ પાણી પીવો અને ઘરથી કામ કરી બાળકો સાથે રમો.. IPS નિપુણા તોરવણેએ કવિતા લખી લોકોને અવેર કર્યા છે.. ઉલ્લેખનીય છે કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં ફરજ પર તૈનાત છે ત્યારે IPS નિપુણા તોરવણે ફરજ નિભાવવાની સાથે લોકોને અવેર પણ કરી રહ્યા છે.. IPSની આ કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે.

Leave a Reply

Your email address will not be published.