//

નિષ્ઠાવાન પોલીસ કર્મી, અકસ્માતમાં ફેકચર થયું હોવા છતા ફરજ પર તૈનાત

છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના સંક્રમણને રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન કર્યું છે. લોકડાઉનના પગલે રાજ્યના પોલીસ કર્મચારીઓ ફરજ પર તૈનાત છે. પોલીસ કર્મચારીઓની કામગીરી ખરેખર બિરદાવવા લાયક છે. વાત કરીએ ગીર સોમનાથના વેરાવળ પોલીસ કર્મચારીની, વેરાવળમાં ફરજ નિભાવતા પોલીસ કર્મચારીનું અકસ્માત થયું હોવા છતા તેઓ ફરજ પર હાજર રહ્યા હતા. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભૂપત સિંહ પરમારનું શનિવારે સાંજે અકસ્માત થયું હતું. અકસ્માતના પગલે ભૂપત સિંહને ફેકચર થતા ડોકટરે દોઢ મહિનાનું રેસ્ટ કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું છતાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, ફેકચરની પરવાહ કર્યા વગર તેઓ તાત્કાલિક ફરજ પર હાજર થયા હતા. પોલીસ કર્મચારી ભૂપત સિંહ ફરજ પર હાજર થતા એ.એસ.પી સહિતના અધિકારીઓ દ્વ્રારા ભૂપતસિંહને પુષ્પગચ્છ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાતિલ કોરોનાને માત આપવા રાજ્યના આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ સતત ખડે પગે છે. તેઓ પોતાના જીવની પરવાહ કર્યા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.