કોરોના વાઇરસને લઇ સાવચેતી રાખવી જરૂરી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્લેયબેક સિંગર જીગરદાન ગઢવીએ સમાચારવાલાના માધ્યમથી રાજ્યની જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે.મહત્વની વાત છે કે કોરોના વાઇરસ દિવસે દિવસે ઘાતક સાબિત થતો જાય છે. ફિલ્મ કલાકારો , રાજકીય નેતાઓ અને સામાજિક આગેવાનો કોરોનાને લઇ જનતાને જાગૃત રહેવા સતત અપીલ કરી રહ્યા છે.
સરકારની દરેક સલાહ માનવાની અને શક્ય હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી રહ્યા છે ત્યારે પ્લેય બેક સિંગર જીગરદાન ગઢવીએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. ખાસ WHO ની ગાઈડ લાઈન ફોલોવ કરવાની અપીલ કરી અને જનતા કર્ફ્યુમાં જોડાવા આહવાન કર્યું છે.