///

ગમખ્વાર અકસ્માત : મધ્યપ્રદેશમાં જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી, વરરાજા સહિત 6ના મોત

મધ્યપ્રદેશના ખંડવામાં મેહલૂ ગામ નજીક એક જાનૈયાઓ ભરેલુ ટ્રેક્ટર-ટ્રોલી પલટી ખાઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં સવાર વરરાજા સહિત 6 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ તમામ ઇજાગ્રસ્તોને ખંડવા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડેલ છે.

40થી વધુ જાનૈયાઓને લઇ જઇ રહેલું ટ્રેક્ટર મેહલૂ ગામ નજીક પુલથી પસાર થતા સમયે બેકાબૂ બન્યું હતું. જેનાથી ટ્રેક્ટર-ટ્રોલી અંદાજિત 15 ફૂટ નીચે પલટી હતી. જેને લઇને દુર્ઘટનામાં અત્યાર સુધીમાં વરરાજા સહિત 6 લોકોના મોત નિપજ્યાં છે.

આ દુર્ઘટનામાં વરરાજા કુંવરસિંહ અને પિતા લલ્લૂરામનું પણ મોત નિપજ્યું છે. આ સિવાય મૃતકોમાં 4 મહિલાઓ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published.