///

નામની દારૂબંધી : સુરતમાં નબીરાઓ ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધીનાં કડક કાયદાઓ નિષ્ખળ નિવડયા છે. દારૃબંધીની વાત કરતી સરકાર સામે ગુજરાતનાં ડાયમંડ સિટી સુરતમાં દારૂની મહેફિલ માણતા ૫૨ નબીરાઓ પકડાયા છે. ગુજરાતમાં દારૂબંધીનાં કાયદાના લીરેલીરા ઉડયા છે. રાજયમાં રોજ-બરોજ દારૂ પકડાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે દારૂબંધીનાં કડક કાયદાઓ વચ્ચે રાજયમાં દારૂ આવે છે ક્યાંથી? સુરતમાં ડુમસ રોડ ઉપર આવેલા આર્શીવાદ ફાર્મહાઉસમાં લિપ યરની ઉજવણી માટે શરાબની મહેફિલ જામી હતી. જેમાં પોલીસને માહિતી મળતા ફાર્મ હાઉસમાં દરોડા પાડયા હતીં. ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલમાં આશરે 52 જેટલા શંકાસ્પદ લોકોને પોલીસે ઝડપી પાડયા હતાં. જેથી મેડિકલ તપાસ કરવાવા સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતાં. લીપ યરની ઉજવણી માટે ચાલી રહેલી આ દારૂની મહેફિલમાં પોલીસે રંગમાં ભંગ પાડચા 13 જેટલી મહિલાઓ સહિત 52 હાઇપ્રોફાઇલ લોકો ઝડપાયા હતાં. આ તમામ લોકોને પોલીક મથકે લઇ જવા પોલીસે આખી બસ ભરવી પડી હતી. તેમજ ફાર્મ હાઉસમાં 3 પેટી બીયર તેમજ વોટકાની બોટલો સહિત ૭૦૦૦થી વધુ માત્રામાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. ફાર્મ હાઉસની પાર્ટીમાં લાઇવ ફુડનાં કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યા હતાં.

પોલીસે ફાર્મહાઉસમાંથી ૧૩ જેટલી ફોર વ્હીલ કાર તેમજ મળેલો દારૂનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસે બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલા હાઇપ્રોફાઇલ નબીરાઓની તપાસ કરી હતી. દારૂની મહેફિલમાં પકડાયેલી ૧૩ યુવતીઓને મેડિકલ તપાસ બાદ નોટિસ આપી મુકત કરી હતી. ગુજરાતનું ડાયમંડ સિટી ગણાતા સુરતમાં આવી રીતે દારૃની મહેફિલ માણતા યુવક-યુવતીઓ અનેક વખત પોલીસ દ્વારા પકડાય છે. પરંતુ સરકાર અને પોલીસ દારૂબંધીને ડામવા માટે ખાલી વાતો જ કરે છે. પરંતુ નરી વાસ્તવિકતા જુદી જ હોય છે. 

Leave a Reply

Your email address will not be published.