/

ઉચ્ચ શિક્ષણની મસમોટી વાતો વચ્ચે ૬ હજાર સ્કુલોને તાળા!

ગુજરાત રાજયમાં દિવસેને દિવસે શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. રોજ બરોજ શિક્ષણ વિભાગમાં થતાં છબરડાઓ સામે આવી રહ્યા છે. બજેટમાં સરકાર કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. પરંતુ શિક્ષણ વિભાગમાં તેનો વિકાસ કયાંય દૂર દૂર સુધી દેખાતો જ નથી ઉલટાનું શિક્ષણ વિભાગમાં થતાં ગોલમાલ સામે આવી રહ્યા છે.જેને લઇને કોંગ્રેસના પ્રવકતા મનીષ દોષીએ નિવેદન આપીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

મનીષ દોષીએ રાજયની એજયુકેશનની કઠળતી સ્થિતિ અંગે નિવેદન આપ્યુ છે. કોંગ્રેસના મનીષ દોષીએ પ્રતિકિયા આપી જણાવ્યુ છે કે, સરકારે કરોડો રૂપિયાની ફાળવણી શિક્ષણ વિભાગ માટે કરી છે. પરંતુ શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. સરકારે ૬૦૦૦ સ્કુલોને તાળાબંધી કરી બંધ કરાવી છે. કોઠાળી પંચે સૌને શિક્ષણની ભલામણ કરવામાં આવી રહી છે. તેમજ નવી શિક્ષણ નીતિમાં રાઇટ ટુ એજયુકેશનની ખાલી પાયા વિહોણી વાતો જ થાય છે. રાજયમાં દોઢ લાખ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજયમાં લાખ ઉપર ટેટની પરીક્ષામાં પાસ થયેલા શિક્ષિત બેરોજગાર ઉમેદવારો નોકરીની રાહ જોઇ રહ્યા છે. રાજયમાં કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી થઇ નથી.

સરકારે શાળાઓને આપેલી બાંધકામ માટેની ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી. શાળાઓનાં ઓરડા પૂરતા પ્રમાણ નથી. જેથી વિધાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડે છે.  સાક્ષરતાની વાતો કરતી સરકારનાં રાજમાં ધોરણ ૧૦ પછી ડ્રોપ આઉટની સંખ્યામાં વધારો થયો છે. સરકાર વચર્યુલ કલાસની મોટી મોટી વાતો કરે છે. જયારે ખરેખરમાં કલાસ જ બરાબર નથી ચાલતા. બજેટમાં સરકારે શિક્ષણ વિભાગ માટે મોટી મોટી આંકડાઓની માયાજાળ રચી છે. છેલ્લા પાંચ વર્ષથી બજેટમાં આવી રીતે જ સરકારે મસમોટી રકમોનું બજેટ રજુ કર્યુ છે.

વધુમાં મનીષ દોષીએ સરકારે વિધાર્થીઓ માટે ટેબલેટ યોજનામાં પણ ગોલમાલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. વિધાર્થીઓને ટેબલેટ મળયા નથી. સરકાર વાંચે ગુજરાતના ખાલી ઢોલ પીટે છે. પરંતુ હકીકત કંઇક અલગ જ હોય છે. કોલેજોમાં લાઇભ્રેરીયનની ભરતી પણ કરાતી નથી. રાજયનો શિક્ષણ વિભાગ ભષ્ટ્રચારનું એપી સેન્ટર છે.

કોઠાળી કમિશનનાં તપાસમાં પણ બહાર આવ્યુ છે. શિક્ષણ પાછળ સરકાર ખર્ચ ઘટાડી રહી છે. કોઠાળી કમિશનના અહેવાલ પ્રમાણે જીડીપીના પ્રમાણમાં ૬ ટકા શિક્ષણ પાછળ સરકારને ફાળવવા જોઇએ. પરંતુ બજેટમાં ૧.૭૫ ટકાજ શિક્ષણ માટે ફાળવવામાં આવે છે.

કંઇ સાલ – શિક્ષણવિભાગને કેટલા ટકા ફાળવયા
૨૦૧૧-૧૨ – ૧.૯૨ ટકા
૨૦૧૪-૧૫ – ૧.૧૬ ટકા
૨૦૧૯-૨૦ – ૧.૭૫ ટકા 

Leave a Reply

Your email address will not be published.