///

જૂનાગઢ રોપ-વેમાં સફર કરીને અત્યારસુધીમાં 23000 પ્રવાસીઓએ માણી મજા

વડાપ્રધાન મોદીએ એશિયાના સૌથી મોટા રોપવેનું લોકાર્પણ જૂનાગઢમાં કર્યું છે. ત્યારે આ લોકાર્પણ થયા બાદ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહયો છે. તેમજ પ્રવાસીઓ રોપવેમાં બેસીને માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહયા છે. રોપ વેનું ઉદઘાટન થયા બાદ અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોએ રોપવેનો લાભ લીધો છે. તો દિવાળીના દિવસો દરમિયાન પ્રવાસીઓને ધસારા વચ્ચે યોગ્ય સુવિધા મળી રહી તે અંગે પણ તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યુ છે.

ગિરનાર રોપવેની સફર 23 હજાર પ્રવાસીઓએ માણી છે. હાલ દિવાળીના દિવસોમાં પ્રવાસીઓ પ્રથમ વખત રોપવેની સફર કરતા જોવા મળે છે, ત્યારે રોપવે કંપની તરફથી લોકોને સારી સુવિધા મળે તે માટે શૌચાલય પ્રવાસીઓ માટે કોવિડ 19 ચુસ્તપણે પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જોકે ગિરનાર રોપવે તરફથી જૂનાગઢ વાસીઓને દિવાળી તહેવારોમાં 15 નવેમ્બર સુધી 590 ટિકીટનો દર રાખવામાં આવ્યો છે અને જ્યારે બહારથી આવતા પ્રવસીઓ માટે 700 રૂપિયા ટિકીટનો દર રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગિરનાર રોપવે પ્રવસીઓ માટે ખૂબ ફાયદાકારક નિવડ્યું છે. વર્ષોથી જે લોકો ગિરનાર પર્વત પર બિરાજમાન અંબાજી મંદિરે માં અંબાના દર્શન કરવા જય શક્યા ન હતા તેના માટે રોપવે માં બેસીને આસાનીથી ગિરનાર પર્વત પર જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.