/

રાશનની દુકાન પર થાય છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન – સચિવ અશ્વિન કુમાર

રાજ્યના જરૂરિયાતમંદ લોકોને રાશન વિતરણ કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. 60 લાખ જેટલા કાર્ડ ધારકોને મફત રાશન આપવામાં આવશે. રાશન વિતરણ સાથે રાજ્યની 17 હજાર દુકાનો પર સોશિયલ ડીસ્ટન્સનો પાલન કરવામાં આવશે તેવું સચિવ અશ્વિન કુમારે જણાવ્યું હતું. સચિવે જણાવ્યું કે રાજ્યમાં 46,17,000 લીટર દુધનું વિતરણ કરવામાં આવ્યું છે સાથેજ રાજ્ય પાસે પૂરતો શાકભાજીનો પણ જથ્થો છે. તો 1,04,333 ક્વિંટલ નવો શાકભાજીનો જથ્થો ઉમેરવામાં આવ્યો છે. સાથેજ રાજ્યમાં લોકોને 22 લાખ 35 હજાર ફુડ પેકેટસનું મંગળવાર સુધી વિતરણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એપીએલ અને બીપીએલ કાર્ડનું કલાસિફિકેશન હાલ અમલમાં નથી જેથી સચિવે જણાવ્યું કે નિયમિત આવનારા 66 લાખ પરિવારોને અનાજ આપવામાં આવશે

Leave a Reply

Your email address will not be published.