///

સામાજિક કાર્યકર્તા બાબા આમટેની પૌત્રી ડૉ.શીતલ આમટેએ કરી આત્મહત્યા

સામાજિક કાર્યકર્તા બાબા આમટેની પૌત્રી તથા આનંદવનના મહારોગી સેવા સમિતિની CEO ડૉ.શીતલ આમટેએ સોમવારે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ દોડી આવી હતી તેમજ આ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે શીતલે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. જોકે હજુ સુધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે, પારિવારિક વિવાદને લઈને શીતલ આમટેએ આત્મહત્યા કરી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે વરોરામાં આવેલા ઉપજિલા હોસ્પિટલમાં શીતલને સારવાર માટે ખસેડવામાં આવી, ત્યારે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દેવાયા હતા. તો અન્ય માહિતી પ્રમાણે શીતલ આમટેએ ઝેરી ઈન્જેક્શનનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી છે.

મહત્વનું છે કે, શીતલ આમટેને જાન્યુઆરી, 2016માં વિશ્વ આર્થિક મંચ દ્વારા યંગ ગ્લોબલ લીડર 2016ના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.