////

કોંગ્રેસે જાહેર કરેલો સ્ટિંગનો વિડીયો બનાવટી હોવાનો સોમા પટેલનો દાવો

સોમા પટેલે તેમની સામેનો કથિત સ્ટિંગ ઓપરેશનનો વિડીયો બનાવટી હોવાનો દાવો કર્યો છે.

કોંગ્રેસ દ્વારા ગઇકાલે જાહેર કરેલા વીડિયોને લઇને સોમા પેટેલે દાવો કર્યો છે કે તે બનાવટી વીડિયો છે. આ તકે સોમા પટેલનું કહેવું છે કે આ વિડીયોમાં હું છું જ નહી. આ વિડીયોના જવાબ હું મારા વકીલ દ્વારા આપીશ. વિડીયો અંગે સોમા પટેલે સૌ પ્રથમ વાર પ્રતિક્રિયા આપી છે.

ઉલ્લેખનિય છે કે ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે જણાવ્યું હતું કે પેટાચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ ખોટા કાવા દાવા કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે વીડિયોમાં જેમના નામ છે, તેમના વિરુદ્ધ તટસ્થ તપાસની માગ કરી છે. જેમાં કોંગ્રેસે મની લૉન્ડ્રિંગનો કેસ દાખલ કરીને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

Leave a Reply

Your email address will not be published.