///

વાવાઝોડા Yass ના કારણે આ તમામ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્વિમ બંગાળની ખાડી બની રહેલા દબાણના ક્ષેત્રના ચક્રવાતી વાવાઝોડા ‘યાસ’ માં બદલાવવની સંભાવના છે અને તે 26 મેના રોજ પશ્વિમ બંગાળ તથા ઓડિશાના તટ પર પહોંચવાનું અનુમાન છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં દેશના પશ્વિમી તટ પર આવેલા ભીષણ ચક્રવાત ‘તૌક્તે’ બાદ ભારતીય નૌસેનાએ મોટાપાયે રાહત અને બચાવકાર્ય ચલાવ્યું હતુ. ચક્રવાતના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે તબાહી મચાવી હતી. ભારતીય હવામાન વિભાગએ કહ્યું કે બંગાળની ખાડીના પૂર્વી મધ્ય ક્ષેત્રમાં દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે જેના લીધે એક ભીષણ વાવાઝોડાની આશંકા છે, ત્યારે હવામાન વિભાગની ચેતવણી મુજબ ઓરિસ્સામાં ચક્રવાત યાસના કારણે સુરક્ષાના કારણોસર અમદાવાદ-પુરી અને અજમેર-પુરી સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે.

  • તારીખ 23 અને 24 મે, 2021 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 02844 અમદાવાદ-પુરી સ્પેશિયલ રદ રહેશે.
  • તારીખ 25 અને 27 મે, 2021 ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02843 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
  • તારીખ 26 મે, 2021 ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 08405 પુરી-અમદાવાદ સ્પેશિયલ રદ રહેશે.
  • તારીખ 24 મે, 2021 ના રોજ પુરીથી ચાલતી ટ્રેન નંબર 02037 પુરી-અજમેર સ્પેશિયલ રદ રહેશે.
  • તારીખ 25 મે, 2021 ના રોજ અજમેરથી ચાલતી ટ્રેન નંબર 02038 અજમેર-પુરી સ્પેશિયલ રદ રહેશે.

રેલ પ્રશાસન દ્વારા ઉત્તર પ્રદેશના પુખરાયાં સ્ટેશન પર ટ્રેન નંબર 09165/09166 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું તત્કાળ ધોરણે સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે તથા ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ-વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન પણ 01 જૂન 2021 થી પુખરાયાં સ્ટેશન પર રોકાશે.

Leave a Reply

Your email address will not be published.