/////

આજથી સોમનાથ મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લુ રહેશે

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે જગવિખ્યાત સોમનાથ મંદિરને આજથી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આજથી મંદિરમાં દર્શાનાર્થીઓ માટેના દર્શનનો સમય વધારવાની સાથે મંદિરમાં ત્રણ ટાઈમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવાની સાથે ચાલતા ચાલતા દર્શન કરવાની અનુમુતી આપવાની જાહેરાત મંદિર ટ્રસ્‍ટ દ્રારા કરવામાં આવી છે.

ત્યારે હવે આજથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે વ્‍હેલી સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. દર્શનાર્થે આવતા ભાવિકોએ કોવિડની સરકારી ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવું પડશે.

કોરોનાની બીજી લહેર હળવી થતા રાજ્ય સરકારએ કોવિડ ગાઇડલાઇનમાં અમુક છુટછાટો વઘારી છે. જેને લઇ સોમનાથ મંદિર ટ્રસ્‍ટએ દર્શનાર્થી ભાવિકો માટે નિર્ણય લીઘો છે. સોમનાથ મંદિર દર્શન માટે સવારે 6 થી રાત્રીના 10 વાગ્‍યા સુધી ખુલ્લુ રહેશે. મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્‍યે થતી આરતીમાં પણ પ્રવેશ મળશે.

મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રીકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને એન્ટ્રી ગેટ પરથી ટેમ્પરેચર મશીનમાં ટેમ્પરેચર ચેક કરાવવાની સાથે હેન્ડ સેનીટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published.