/

અમિત જેઠવા હત્યા કેસના આરોપીના પુત્રએ ગોળી મારી કર્યો આપઘાત

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના આરોપી શિવા સોલંકીના પુત્ર મિતએ સોમવારે પોતાના ઘરે જ રિવોલ્વરમાંથી ગોળી મારી આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગેની જાણ કોડીનાર પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર બનાવ બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મિત પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી નથી. મિતએ ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.