///

ખેડૂત આંદોલન અને કોરોનાની સ્થિતિને પગલે સોનિયા ગાંધી આ કામ નહીં કરે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 9 ડિસમ્બરે પોતાનો જન્મદિન ઉજવતા હોય છે. પરંતુ આ વખતે કોંગ્રેસ અધ્યક્ષ આવતીકાલે બુધવારે પોતાનો જન્મદિન નહીં મનાવે. દેશમાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલન અને કોરોના વાયરસની હાલની સ્થિતિને જોતા સોનિયા ગાંધીએ આ નિર્ણય કર્યો છે.

હકિકતમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા 12 દિવસથી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સતત પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગ છે કે કેન્દ્ર સરકાર તરફથી લઇ આવવામાં આવેલા 3 કૃષિ કાયદાને સરકાર પરત લે. તેમણે નવા કાયદાને ખેડૂતોની વિરુદ્ધના ગણાવ્યા છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી સતત પહેલા દિવસથી ખેડૂતોના પક્ષમાં ટ્વિટ કરી મોદી સરકાર પર નિશાન સાધતા રહ્યાં છે.

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. ખેડૂતોના સમર્થનમાં અનેક રાજકીય દળ અને ટ્રેડ યુનિયન છે. તેના આધારે કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. ખેડૂત નેતાઓ અને સરકારની વચ્ચે અનેક વારની વાતચીત થઈ ચૂકી છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. 9 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે ફરીથી વાતચીત થવાની છે. પંજાબ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ખેડૂતોના ભારત બંધને સમર્થન આપ્યું છે. બંધને ધ્યાનમાં રાખીને પ્રદર્શન સ્થળે ભારે સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમજ દેશના અનેક ભાગોમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શું શું બંધ રહેશે

દિલ્હીથી બીજા રાજ્યોમાં આવનારા મોટા ભાગના રસ્તા બંધ રહેશે. કેબ સર્વિસ નહીં મળે. આઝાદપુર મંડી સહિત દિલ્હીની મંડિઓમાં કામ નહીં થાય. શાકભાજીના સપ્લાય પર પડશે અસર. ગુડગાંવમાં પેટ્રોલ પંપ બંધ કરવા બાબતે નિર્ણય અસોસિયેશને કર્યો છે. હરિયાણાથી આગ્રા- મથુરા અને પંજાબથી આવનારા તમામ બસ હાલમાં બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે બીજી તરફ કેરળ સરકાર કેન્દ્રના કૃષિ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવા તૈયાર છે. અહીંની સરકારે આ અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદાને ચેતવણી આપવાનો નિર્ણય કર્યો છે.

પક્ષોનું ખેડૂતોને સમર્થન

ઉલ્લેખનીય છે કે ખેડૂતોના સમર્થનમાં 11 પક્ષોએ નિવેદન જારી કર્યું છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, પીએજીડી, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ (એમએલ), આરએસપી, આરજેડી, ડીએમકે, અને એઆઈએફબીએ ખેડૂતોની માગ પૂરી કરવા અને કૃષિ કાયદા 2020માં સુધારો કરવાની માંગણી કરતું નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે ખેડૂતોની સાથે ઉભા છીએ, ખેડૂત સંગઠનોની ચાલુ લડત અને તેમના ભારત બંધની જાહેરાતને અમે સમર્થન આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.