/

અમરેલી SP સામે બફાટ કરનાર સોનુ ડાંગરની મુશ્કેલી વધી

સતત વિવાદોમાં રહેતી લેડી ડોન સોનું ડાંગર પર વધુ એક પોલીસ ફરિયાદ થઇ છે. અમરેલી-સાંવરકુંડલા તાલુકામાં સોનુ ડાંગર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. લેડીડોન સોનુ ડાંગર પર ગુજરાત આંતકવાદ ૧ નિયંત્રણ મુજબ અમરેલી જિલ્લામાં પ્રથમ ગુનો નોંધાયો છે. જેમાં અમરેલી એલસીબી, પીએસઆઇ, ફરિયાદી બનીને સોનુ ડાંગર સામે ફરિયાદ નોંધી છે. સોનુડાંગર સહિત તેનાં ૮ સાગરિતો પર પણ ફરિયાદ નોંધાઇ છે.

અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમદાવાદ, પાટણ સહિતના શહેરોમાં લેડી ડોન સોનું ડાંગરનુ ગુનાખોરીનું નેટવર્ક તેમજ આંતર રાજય તસ્કરમાં કાર્યરત રહેવા અંગે ગુનો નોંધાયો છે. જેમાં સોનુ ડાંગર સહિત, મુન્ના રબારીકા, શૈલેષ ચાંદુ, સહિતના ૮ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, ખંડણી, ધાકધમકી આપવી, સ્થાવર મિલકત પડાવી લેવી, અનઅધિકૃત હથિયારો રાખવા અંગેનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.