/

લો બોલો! ચીનમાં હવે કોરોના પછી હંટા વાયરસનું ભય

ચીનના ગ્લોબલ ટાઈમ્સના અહેવાલ મુજબ યુન્નન રાજ્યના એક યુવકનું પરીક્ષણ કરતા હંટાવાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો યુવક ચાર્ટર્ડ બસમાં કામ કરવા માટે શેડંગ રાજ્ય તરફ જતો હતો ત્યારે તેનું મૃત્યું નિપજ્યું હતું અહેવાલ મુજબ અન્ય 32 લોકોની તપાસ કરવામાં આવી રહી છે. યુવકના મૃત્યુ પછી હંટાવાયરસ સોશ્યલ મીડિયા પર જાણે એક વલણ બની ગયો અને લોકો તેને નવો રોગચાળો પેદા કરવા માટે તૈયાર થયેલો covid-19 સમજવા લાગ્યા..ચાલો હંટા વાયરસ વિશે વાસ્તવિકતા જાણીએ

કેવી રીતે ફેલાય છે હંટાવાયરસ?
રોગ નિયતંત્ર કેન્દ્ર અને નિવારણ કેન્દ્ર દ્વ્રારા જણાવવામાં આવ્યું છે કે કોરોના વયરસથી વિપરીત, હંટાવાયરસ એરબોર્ન નથી.. તે એક માનવથી માનવમાં પ્રસરતો નથી.. જ્યારે માણસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ વાયરસ યુક્ત કોઈ ઉંદરના મૂળ અથવા પેશાબના સંપર્કમાં આવે અથવા કોઈ અન્ય રીતે ઉંદરના સંપર્કમાં આવે ત્યારે આ વાયરસનો ચેપ લાગવાની શક્યતા રહે છે.. પછી ભલે વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ હોય, ઘરની આજુબાજુ અને ઘરની આજુબાજુના ઉપદ્રવથી હંટાવાયરસના સંપર્કમાં આવવાનું પ્રાથમિક જોખમ રહે છે

શું કોરોનાવાયરસ અને હંટાવાયરસ સમાન છે?
તબીબો અનુસાર હન્ટાવાયરસ એક રોગ છે જે બંન્ને ફેફસાને અસર કરે છે તેમજ લાંબા ગાળે કીડનીને પણ અસર કરે છે.. જો કે કોરોનાવાયરસે વિશ્વમાં ભય પેદા કર્યો છે. હંટાવાયરસના આ કેસના પરિણામે આ વાયરસ ટ્વિટર પર સૌથી વધુ સર્ચ કરાયેલા વલણોમાં પરિણમે છે.

હંટાવાયરસના સિમટમ્સ
પ્રારંભિક લક્ષણોમાં થાક, તાવ અને સ્નાયુઓમાં દુખાવોમોટ સ્નાયુ જૂથો જેવા કે જાંઘ, હિપ્સ, પીઠ કે ખભા માથાનો દુખાવો, ચક્કર આવવા શરદી થવી, પેટની સમસ્યા જેવી કે ઉબકા, ઉલ્ટી કે ઝાડા થવા માંદગીના પ્રારંભિક તબક્કાના ચારથી દસ દિવસ પછી, HPSના લક્ષણો અંતમાં દેખાય છે જેમાં ઉધરસ અને શ્વાસની તકલીફ હોય છે.. તો હંટાવાયરસને મારવા માટે કોઈ ઉપાય કે સારવાર નથી. સામાન્ય રીતે હોસ્પિટલમાં સઘન સંભાળ રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.