///

કેવડીયા : હવે SOU પ્રવાસન સ્થળ સુધી પહોંચવા વિશેષ ટ્રેનો દોડાવાશે

કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવા માટે તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં બસની સુવિધાની સાથે સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવશે. જેમાં 691 કરોડના ખર્ચ 80 કિમીની રેલ્વે લાઈન તેમજ રેલ્વે સ્ટેશન તૈયાર થશે. વડોદરાથી ડભોઈ 39 કિલોમીટરની લાઈન, ડભોઈથી ચાંદોદ 18 કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે. જ્યારે ચાંદોદથી કેવડિયા 32 કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ હજુ ચાલી રહ્યું છે તેમજ ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે.

આ ઉપરાંત પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે અગાઉ કેવડિયાના અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી.આ અંગે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ક્યાંય નહિં જોયું હોય તેવું કેવડિયાનું આધુનિક સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ હવે પૂર્ણતાના આરે છે, આગામી 2 માસમાં કામ પૂરું થઈ જશે. જોકે રેલ્વે સેવા શરૂ થશે એવુ ટવીટ કેન્દ્રીય રેલપ્રધાન પિયુષ ગોયલે કર્યું છે.

આધુનિક સુવાધાથી સજ્જ રેલવે ભવન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં વિશાળ રેલવે ભવન, મોટું જંક્શન સાથે કર્મચારીઓનું સ્ટાફ ક્વાટર્સ, રેલવે મેન્ટેનન્સ વિભાગ સહિત વિભાગોના બિલ્ડિંગો બનાવવાની કામગરી પણ ચાલી રહી છે. આ રેલવે ભવન ચાંદોદથી સીધી લાઈન જોઈન્ટ થશે. આ રેલવે લાઈન દેશની તમામ રેલ સેવા સાથે જોડવામાં આવશે. જોકે ડભોઈથી ચાંદોદ સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

કોવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા દેશ ભરમાંથી રેલ્વે દોડાવાશે, જેથી આગામી સમયમાં કેવડિયા ખાતે રેલ્વે દ્વારા જ દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે, આ કારણે સ્થાનિકોની રોજગારીમાં પણ વધારો થશે. તેની સાથે સાથે કેવડીયામાં ઔદ્યોગિક વિકાસ પણ થશે.

Leave a Reply

Your email address will not be published.