////

સ્પાઇસ જેટે આ ચાર આંતરરાષ્ટ્રીય સહિત 62 ફ્લાઇટ શરૂ કરી, ગુજરાતનો પણ સમાવેશ

સ્પાઇસ જેટે દિલ્હી અને અમદાવાદથી મસ્કટ સુધીની ચાર આંતરરાષ્ટ્રીય સેવાઓ સહિત 62 નવી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં ઓમાન સાથેના કરાર મુજબ ગુરુવારથી મસ્કટની ફ્લાઇટ્સ શરૂ થશે.

સ્પાઇસ જેટે આ અંગે વિશેષમાં જણાવ્યું કે, 58 ડોમેસ્ટિક ફ્લાઇટમાં દિલ્હી-કંડલા-દિલ્હી, અમદાવાદ-ગોવા-અમદાવાદ, ગોવા-હૈદરાબાદ-ગોવા, મુંબઇ-ગુવાહાટી-મુંબઇ, અમદાવાદ-કોલકાતા-અમદાવાદ, દિલ્હી-દુર્ગાપુર-દિલ્હી, હૈદરાબાદ-મુંબઇ-હૈદરાબાદ, કોચી-કોલકાતા-કોચી, પુણે-ચેન્નાઇ-પુણે, મદુરાઇ-દિલ્હી-મદુરાઇ અને મંગલુરુ-દિલ્હી-મંગલુરુની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

કંપનીએ વધુમાં જણાવતા કહ્યું કે આ ફ્લાઇટ્સનું સંચાલન બોઇંગ 737 અને બોમ્બાર્ડિયર ક્યૂ 400 વિમાન દ્વારા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.