//

કોરોનાને લઈ રાજ્યસરકાર કેટલી સતર્ક જાણો એક્શન પ્લાન

કોરોનાનો કહેર વિશ્વભરમાં ફેલાયો છે. જેથી ગુજરાત સરકાર પણ સર્તકતા દાખવી રહી છે. જેથી રાજયની ૧૨૭ ખાનગી હોસ્પિટલોમાં ૬૩૫ આઇસોલેશન બેડની વ્યવસ્થાઓ કરાઇ છે. તેમજ રાજયના ૨૫ જિલ્લાઓમાં ખાનગી હોસ્પિટલોમાં પણ આઇસોલેન બેડની વ્યવસ્થાઓ કરાઇ છે. એસટી વિભાગે કોરોનાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં મહારાષ્ટ્ર તરફની એસટી બસ સેવાઓ કોરોનાના કારણે ૩૧મી માર્ચ સુધી રદ્દ કરાઇ છે. ગુજરાતથી મહારાષ્ટ્રની ૨૦,૦૬૧ ટિકિટનું એડવાન્સ બુકિંગ હતું. પરંતુ હાલમાં ૧૨૦૦ ટિકિટ મુસાફરોએ રદ્દ કરાઇ છે. ભારતની વાત કરીએ તો મુંબઇ, પૂર્ણે, થાણે, માલેગાંવ, કોલ્હાપુર સહિતની એસટી બસોની મુસાફરી રદ્દ કરવામાં આવી છે. રાજકોટ અને સુરત શહેરમાં નાગરિકો માટે સ્થાનિક તંત્રએ જાહેરનામુ પણ બહાર પાડયુ છે. ૪ કરતા વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ મૂકયો છે. જાહેરસભા, સરઘસ અને રેલી કાઢવા પર પ્રતિબંધ ફરમાવયો છે. જેનું મુખ્ય કારણ કોરોના વાયરસ છે. કોરોના વાયરસ લોકોની ભીડ વધુ પ્રમાણમાં એકઠી થવાથી તેનોૅ ચેપ લાગી શકે છે.

જેથી લોકોના સ્વાસ્થય સાચવાવા માટે આ નિર્ણય લેવાયો છે. રાજકોટ અને સુરત શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરાઇ છે. જેમાં ૩૦ એપ્રિલ સુધી રાજકોટ શહેરમાં જાહેરનામું કાયમ રહેશે. ૨૯મી માર્ચ સુધી સુરતમાં ૧૪૪ કલમ લાગુ રહેશે. તેમજ અમદાવાદમાં કોરોનાને લઇને ૨૬ ટ્રેનો પણ રદ્દ કરાવી છે. તેમજ ૭૦ ટકા બુકિંગમાં પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં કોરોનાને લઇને કેટલાક નિર્ણયો લેવાયા છે. જેમાં મેરેજ હોલ, લગ્ન વાડી અને જિમ બંધ કરાયા, શહેરમાં કલબો, ગેમ ઝોન, વોટર પાર્ક પણ બંધ કરાયા, શહેરનો રાજપથ, કર્ણાવટી કલબ બંધ કરાયો, બસ સ્ટેશન પર ખાનગી ટ્રાવેલર્સના મુસાફરોનું સ્કિનિંગ ફરજીયાત કરાયુ, કાલુપુર રેલ્વે સ્ટેશન પર થર્મલ સ્કિનિંગ શરૃ કરાયુ, મનપામાં થતી મીટિંગો ઓનલાઇન યોજવામાં આવી, કોર્પોરેશન ઓફિસમાં મીટીંગો પર કાપ મૂકાયો સહિતના તમામ નિર્ણયો લેવાયા છે.

Leave a Reply

Your email address will not be published.