////

વેક્સિન માટેની તૈયારીઓ શરૂ, અમદાવાદમાં વેક્સિનના સંગ્રહ માટેના ફ્રિઝ પહોંચ્યાં

કોરોનાની આવનારી વેક્સિનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં આવેલા રિઝનલ વેક્સિન કોલ સ્ટોરેજમાં 20થી 25 લાખ ડોઝ રાખી શકાય તેવી કેપેસિટી છે. અમદાવાદના રિઝનલ વેક્સિન કોલ સ્ટોરેજમાં વેક્સિન રાખવામાં માટેના ડીપ ફ્રીઝ પણ PHC સેન્ટર પર પહોંચાડવામાં આવ્યા છે. તેમજ નવા 50 આઇ.એલ.આર ફિઝ રીઝિયનલ સ્ટોર પર લાવવામાં આવ્યા છે.

અમદાવાદ રિઝનલ કોલ સ્ટોરેજમાંથી આણંદ, સુરેન્દ્રનગર, ખેડા અને અમદાવાદ ગ્રામ્યમાં સપ્લાય કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્યના પીએચસી પર વેક્સીન રાખવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ડીપ ફ્રીઝ પણ પીએચસીમાં પહોંચાડવામાં આવ્યા છે. ત્યારે પીએચસીની મુલાકાત અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી. તેમના દ્વારા આ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચન આપવામાં આવ્યું છે.

આ તકે અમદાવાદ ગ્રામ્યના 2.75 લાખ લોકોનું લિસ્ટ તૈયાર કરાયું છે. વેકસીન આવશે ત્યારે જે લીસ્ટ તૈયાર કરાયું છે. તે 2.75 લાખ લોકોને પહેલા રસી અપાશે. જેમાં 7500 હેલ્થકેર વર્કર્સની યાદી પણ તૈયાર કરી લેવાઈ છે.

તેમજ સરકારી અને ખાનગી હેલ્થકેર વર્કર્સનો યાદીમાં સમાવેશ કરાયો છે. ફ્રન્ટલાઈન વોરિયર્સનું લિસ્ટ પણ હાલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમજ લોકોના સીધા સંપર્કમાં આવતા ફ્રન્ટલાઈન વોરિયર્સની યાદીમાં સમાવેશ કરાયો છે.

વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના મુજબ 50થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને 50 વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ ડેટા બેઈઝ તૈયાર કરવા માટે 10થી 13 ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત, તે જો કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

14થી 16 ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઈઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે.

Leave a Reply

Your email address will not be published.