////

આજથી અમદાવાદની SVP હોસ્પિટલમાં કોરોના સિવાયના દર્દીઓની સારવાર શરૂ

રાજ્યમાં કોરોના મહામારી યથાવત છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો થઈ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની સ્થિતિમાં સુધારો થવાના કારણે મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ હોસ્પિટલમાં આજથી કોરોના સિવાય અન્ય રોગોની સારવાર પણ શરૂ કરવામાં આવી છે.

આ અંગે AMCના જણાવ્યા મુજબ, કોરોનાના કેસોમાં ઘટાડો થવાથી હવે તબક્કાવાર SVP હોસ્પિટલમાં અન્ય સેવાઓ પણ શરૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, સ્કીન, સાઈક્રિયાટિક, ટીબી વિભાગ સિવાય સુપર સ્પાશિયાલિટી ડિપાર્ટમેન્ટ જેવા કે, કાર્ડિયોલૉજી, ન્યૂરો મેડિસિન, ન્યૂરો સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, પાડિયાટ્રિક સર્જરી જેવા વિભાગો માટે OPD અને ઈનડોર સારવાર આજથી ઉપલબ્ધ કરવામાં આવશે.

મહત્વનું છે કે, કોરોના કાળમાં કોર્પોરેશન દ્વારા SVP હોસ્પિટલમાં કોરોના સિવાય અન્ય સારવાર બંધ કરી દીધી હતી. અત્યાર સુધી 12000થી વધુ કોરોના દર્દીઓ અહીં સારવાર મેળવી ચૂક્યાં છે. SVP હોસ્પિટલમાં કોરોના સિવાય અન્ય રોગોની સારવાર શરૂ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના દર્દી અને અન્ય દર્દીઓ તથા સ્ટાફને એકબીજાનો ચેપ ના લાગે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.