/

કેવડિયા ખાતે યોજાનારી મેગા કોન્ફરન્સને લઇ રાજ્ય વિધાનસભા અધ્યક્ષે સ્થળ નિરીક્ષણ કર્યુ

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે 25-26 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં 80મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” યોજાવાની છે. જેમાં ભારત દેશની લોકસભા દ્વારા યોજાતી કોન્ફરન્સમાં દેશના વિવિધ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેના પગલે રાજ્યના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે કાર્યક્રમની તૈયારીઓનું સ્થળ નિરીક્ષણ કરવા આવી પહોંચ્યા હતાં. તે દરમિયાન તેઓએ વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ વચ્ચે અધ્યક્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.

આ વચ્ચે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 100 વર્ષમાં દેશની 80મી ઓલ ઇન્ડિયા પ્રી-સાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના ટેન્ટ સીટી-2 ખાતે આગામી 25 અને 26 નવેમ્બરના રોજ યોજાવવાની છે. જેમાં દેશની લોકસભા, રાજ્યસભા અને વિવિધ વિધાનસભાના અધ્યક્ષો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જણાવ્યું હતું કે એક્ઝીક્યુટીવ, લેજીસલેટિવ અને જ્યુડિશિયલી વચ્ચે સમન્વય સારી રીતે થઈ શકે અને એક બીજામાં દખલ પણ ન થાય બંધારણમાં રહીને કામ થાય તે માટે આ કોન્ફરન્સ યોજાઈ રહી છે.

વધુમાં જણાવ્યું હતું કે, સરદાર પટેલે લોહીનું એક ટીપું વહાવ્યા વિના તેમની કુનેહ અને દીર્ઘદ્રષ્ટિથી ભારતને એક કર્યો એવા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આ કોન્ફરન્સ યોજવા જઈ રહી છે. આ સ્ટેચ્યુ 182 મીટર ઊંચું રાખવા પાછળનું કારણ ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા વિધાનસભાના 182 સભ્યોનું અને જનતાનું પ્રતીક માત્ર છે.

વડાપ્રધાન મોદી 26મી નવેમ્બરે આ કાર્યક્રમના સમાપન વખતે પોતાની વર્ચ્યુઅલ સ્પીચ આપશે. દેશના 100 વર્ષના ઇતિહાસમાં પહેલી ઓલ ઇન્ડિયા પ્રીસાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ હશે. જેમાં દેશના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, લોકસભા અધ્યક્ષ, લોકસભા-રાજ્યસભા વિપક્ષ નેતા ઉપસ્થિત હશે. વડાપ્રધાન પોતાનું વક્તવ્ય રજૂ કરશે જેનું ગુજરાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાક્ષી બનશે. આ કોન્ફરન્સ દરમિયાન એકતા શપથ પણ લેવાશે, એકતા શપથ ગીરીમાં પૂર્ણ અને દેશની એકતા માટેનું ચિન્હ હશે.

Leave a Reply

Your email address will not be published.