સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરવા ઇચ્છતાં લોકો માટે એક ઉત્તમ તક આવી છે. જેમાં એસબીઆઇ દ્વારા 8500 વેકેન્સી બહાર પાડવાામાં આવી છે.
19 નવેમ્બરના રોજ SBIએ વેકેન્સી જાહેર કરી છે. જેમાં www.sbi.co.in પર જઇને તમે અપ્લાય કરી શકે છો. એસબીઆઇએ 8500 વેકેન્સી બહાર પાડી છે અને અપ્લાય કરવા માટેની નિર્ધારીત ઉંમર 20થી 28ની વચ્ચે હોવી જરૂરી છે. જેમાં કોઇ પણ યુનિર્વસિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે.
એપ્લાય કર્યા બાદ તમારે બે સ્ટેજના ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે. પહેલા ઓનલાઇન રિટન ટેસ્ટ લેવાશે અને બીજો લોકલ ટેસ્ટ. વધુ માહિતી માટે તમે SBIની ઓફિશીયલ વૅબસાઇટ પર પણ જઇ માહિતી મેળવી શકો છો.
આ તકે 20 નવેમ્બર 2020થી 10 ડિસેમ્બર 2020 સુધી તમે અપ્લાય કરી શકશો. જાન્યુઆરી 2021 સુધીમાં એક્ઝામ પણ લેવાઇ જવાની શક્યતાઓ છે.