///

કોરોના વાઇરસને લઇ રાજ્યસરકાર સજ્જ હેલ્પ લાઈન નંબર શરુ

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે વિશ્વમાં ફફડાટ જોવા મળયો છે. આ મહામારીને ડામવા વિશ્વના દરેક દેશની સરકાર જમીન આકાશ એક કરીને તૈયારીઓ કરી છે. જોકે આમાં ભારત સરકાર પણ કોરોના વાયરસ દેશમાં ના ફેલાય તે માટે વધુ ચિંતીત છે. સરકારે દેશનાં લોકોને કોરોના વયરસ અંગે સાવચેતી રાખવાના પગલા લેવા પણ અપિલ કરી છે.

ગુજરાતમાં કોરોના વાયરસ ન ફેલાય તેની તે માટે તંત્ર એલર્ટ છે. જેને લઇને એક કોરોના વાયરસના પગલે હેલ્પ લાઇન નંબર શરૂ કર્યો છે. કોરોના વાપરસના પગલે આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ કહ્યુ કે, વિદેશથી આવતા તમામ લોકોનું સ્કિનિંગ કરવામાં આવી રહ્યુ છે. મેડિકલ કોલેજોમાં આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાના ૭ કેસો નોંધાયા છે.

અમદાવાદ સહિતના એરપોર્ટ પર વિદેશી લોકોનું સધન ચેકિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૨૧ દેશના ૧૫૦૦થી વધુ વિદેશથી આવતા મુસાફરોનું સ્કિનિંગ કરાયુ છે. વિદેશથી આવતા લોકોને તમામ જાણકારી આપતું ફોર્મ ફરજીયાત ભરાવવામાં આવે છે. કોરોના વાયરસનની માહિતી માટે ૧૦૪ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસને પગલે ભારત સરકાર દેશના દરેક એરપોર્ટમાં વિદેશથી આપતા મુસાફરોનું ચેકિંગ હાથધર્યુ છે. દરેક વિદેશથી આવતા મુસાફરોનું ચેકિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવ છે.

Leave a Reply

Your email address will not be published.