
ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ગુજરાતના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળશે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જે સામાન્ય તાપમાન કરતા ૪.૪ ડિગ્રી નીચુ હતું. જયારે શહેરનું લઘુત્તમ તાપમાન ૧૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. જે સામાન્ય તાપમાન કરતા ૧.૪ ડિગ્રી વધારે હતું. આજે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસ જયારે લધુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી રહે તેવી શકયઓ રહે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજયમાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતું. તેમજ પોરબંદરનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. પરંતુ આજથી વાદળો ઓછા થઇ જશે. જેનાં પરિણામરૃપે મહત્તમ તાપમાનમાં ધીમે-ધીમે વધારો થશે. તેમજ આજ સમયે આગામી બેથી ત્રણ દિવસોમાં લધુત્તમ તાપમાન ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.