/

લવ જેહાદ વિરૂદ્ધ કાયદા પર અસદુદીન ઓવૈસીએ આપ્યું આ નિવેદન

લવ જેહાદ કાયદા વિરૂદ્ધ કાયદો બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં તમામ રાજ્ય સરકારો કાયદો બનાવવાની વાત પહેલા જ જાહેર કરી ચૂકી છે તો કેટલાક પ્રદેશોમાં તો તેનું ડ્રાફટ પણ તૈયાર કરવાનું શરૂ થઇ ગયું છે.

લવ જેહાદ વિરૂદ્ધ કાયદામાં સૌથી પહેલું નામ ઉત્તર પ્રદેશનું આવે છે. હરિયાણા, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગુજરાત પણ લવ જેહાદ વિરૂદ્ધ કાયદો બનાવશે. તે દરમિયાન એઆઇએમઆઇએમ (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૌસીએ તેને સંવિધાનની ભાવના વિરૂદ્ધ ગણાવ્યો છે.

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૌસી એ કહ્યું કે, ‘જો આમ થશે તો સ્પેશિયલ મેરેજ એક્ટને ખતમ કરી દેવામાં આવશે. આ પ્રકારનો કાયદો સંવિધાનની કલમ 14 અને 21 વિરૂદ્ધ છે. કાનૂનની વાત કરતાં પહેલાં તેમણે સંવિધાન વાંચવું. આ સાથે જ ઓવૈસીએ ભાજપ પર યુવાનોને બેરોજગારી પરથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારનો મુદ્દો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનિય છે કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતે ઘણીવાર આ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે. રાજ્ય સરકાર લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવવા મુદ્દે ગંભીર છે. રાજ્યના ગૃહ વિભાગે લવ જેહાદ વિરૂદ્ધ પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ પણ તૈયાર કરી લીધો છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, આગામી કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી બિલ નામ આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.