//

રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ખોલવી કે નહીં તે અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે આપ્યું નિવેદન

વધુમાં તેમણે કહ્યું કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8ના વર્ગો પણ શાળામાં ખોલવા કે નહી તે અંગે પણ ચર્ચા વિચારણા કરાશે અને તેના પછી જ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

9 ઑગસ્ટ બાદ સ્કૂલ માટે નિર્ણય લેવાશે

ગુજરાત (Gujarat) માં સતત કોરોનાના સંક્રમણના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે હળવી છૂટછાટો જનજીવન સામાન્ય રીતે પાટા પર ચડી રહ્યું છે. ધોરણ 9 થી 12 ના વર્ગો પણ ઑફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. કૉલેજો અને યુનિવર્સિટીઓનું શિક્ષણ પણ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યા છે. જો કે શાળામાં વિદ્યાર્થીઓ માટે વાલીઓની સંમતિ જરૂરી રહેશે. કોલેજો પણ કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે શરૂ કરવામાં આવી છે. 1લી ફેબ્રુઆરીથી રાજ્યમાં ટ્યુશન ક્લાસિસ પણ 50ટકા વિદ્યાર્થીઓ સાથે શરૂ કરવામાં આવ્યા છે.

માધ્યમિક બાદ હવે પ્રાથમિક શાળાનું શિક્ષણ પણ શરૂ થવું જોઈએ તેવું ઘણા વાલીઓ સાથે શિક્ષણવિદો પણ વિચારી રહ્યા છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરીથી શરૂ થશે કે નહીં તે અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે.

9 ઑગસ્ટ બાદ નિર્ણય લેવાશે
અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા અંગે નિર્ણય લઈ શકાશે. વધુમાં તેમણે કહ્યું કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8ના વર્ગો પણ શાળામાં ખોલવા કે નહી તે અંગે પણ ચર્ચા વિચારણા કરાશે અને તેના પછી જ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રૂપાણી સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણી થઈ રહી છે અને તે અંતર્ગત તારીખ 1 લી ઑગસ્ટથી 9 ઑગસ્ટ સુધી રાજ્યમાં વિવિધ વિકાસકાર્યોની ઉજવણી થઈ રહી છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ
હવે જો રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિની વાત કરવામાં આવે તો સોમવારે રાજ્યમાં નવા 25 કેસ નોંધાયા હતા અને અમદાવાદ શહેરમાં 8 કેસ નોંધાયા હતા. જો કે હાલમાં કોરોનાના કારણે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. રાજ્યમાં રિકવરી રેટ પણ વધીને 98.75 ટકા થયો છે.

Leave a Reply

Your email address will not be published.