/

લોકડાઉન દરમિયાન દિલ્હીના CM કેજરીવાલનું નિવેદન

21 દિવસના દેશવ્યાપી લોકડાઉનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી જેમાં કેજરીવાલે લોકોને અપીલ કરી હતી કે દિલ્હીમાં જરૂરી વસ્તુની કોઈ અછત સર્જાશે નહીં. તેમણે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી, જરૂરી સામાનની દુકાનોને બંધ કરવામાં નહીં આવે, આથી ત્યાં ભીડન કરવા પણ કહ્યું હતું,. 21 દિવસના લોકડાઉન દરમિયાન તમામ જરૂરી વસ્તુઓ મળતી રહેશે. દિલ્હીમાં કોરોના વાઈરસના 31 પોઝિટિવ કેસ છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ડરવાની જરૂર નથી. પ્રધાનમંત્રી મોદીના ભાષણ બાદ અમે જોયું કે લોકોએ જરૂરી સામાનની દુકાન બહાર લાંબી લાઈનો લગાવી હતી. હું ફરી લોકોને અપીલ કરું છું કે ડરીને ખરીદીન કરો. હું તમામ લોકોને ભરોસો આપવા માંગું છું કે જરૂરી સામાનની અછત નહીં સર્જાય. તો કેજરીવાલે જણાવ્યું હતું કે જરૂરી સામાનના તમામ વેપારીઓ કે જેઓ પોતાની દુકાન-ફેક્ટરીઓ ખુલી રાખવા માંગે છે તેમને ઈ-પાસ આપવામાં આવશે સાથેજ કોઈપણ પ્રકારની સમસ્યા માટે દિલ્હી પોલીસ કમિશ્નર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published.