//

રાજ્યભરમાં લોકડાઉન ત્યારે વેરાવળમાં કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે થઇ આવી કાર્યવાહી

કોરોનાને લઇ રાજ્યભરમાં લોકડાઉન છે. ત્યારે ગુજરાત લોકડાઉનની વેરાવળ માં મધ્યરાત્રી થી કડક અમલવારી કરવામાં આવી રહી છે. જાહેરનામાનો ભંગ કરી બહાર નીકળતા લોકો પર પોલીસ ની તવાઈ જોવા મળી રહી છે. 25 લોકો વિરુદ્ધ પોલીસે IPC 269,188 મુજબ જુદા જુદા ત્રણ ગુન્હો દાખલ કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે રાજ્ય સરકારે કોરોના જેવો સંક્રમિત વાઇરસ છે તેને રોકવા માટે સતત અપીલ કરી રહ્યા છે. પરંતુ છતાં પણ સરકારનું ન સાંભળનાર લોકો પર કડક કાર્યવાહી થઇ રહી છે.

કામ સિવાય ઘરની બહાર ન નીકળો કારણ કે કેસનો આંકડો સતત વધતો જાય છે. ગાંધીનગર ખાતે રાજ્યસરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે આજે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે તો સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published.