//

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ માટે રાજ્યનું આ સ્થળ બન્યુ હોટ ફેવરીટ

નર્મદા જીલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે 50 હજારથી પણ વધુ પ્રવાસીઓ આવ્યાં છે. કુદરતી સૌદર્ય ધરાવતો નર્મદા જીલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં હોટ ફેવરીટ રહ્યો છે.

31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 17 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકતા પ્રવાસીઓએ પણ 24 તારીખ સુધીમાં સ્ટેચ્યુ સહીત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઇન બુકીંગ કરાવી દીધુ હતું. પહેલા પ્રવાસીઓ એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ 2થી 3 દિવસ સુધી ટેન્ટ સીટીમાં બુકીંગ કરાવે છે. ટેન્ટ સિટીનું પણ 24 તારીખ સુધી બુકીંગ ફૂલ થઇ ગયુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહેલા SRP અને પોલીસ જવાનો સુરક્ષા કરતા હતાં જે સુરક્ષા વ્યવસ્થા હવે CISFના જવાનો કરતા હોવાથી પ્રવાસીઓનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલ તમામ પ્રોજેક્ટો પર કોરોનાની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.