માર્ચ મહિનાથી ગુજરાતમાં આવનાર દિવસોમાં ધોરણ-૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેમાં વાલીઓ કે વિધાર્થીઓને કંઇ મુંઝવણ પડતી હોય તો શિક્ષણ વિભાગે એક ટોલ ફી નંબર-18002335500 શરૂ કરવામાં આવ્યો છે. જે સવારે ૧૦થી સાંજના સાડા છ વાગ્યા સુધી સતત ચાલુ રહેશે તેમજ વિધાર્થીઓ કે વાલીઓને પડતી અગવડો આ ટોલ ફી નંબર પરથી માહિતી મેળવી શકાશે. રાજયના શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષા આવતા વિધાર્થીઓને વધુ સુવિધા મળી રહે તેવા ઉદ્દેશથી ટોલફી નંબર શરૂ કર્યો છે. ટોલફી નંબર ૧૭ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ સુધી કાર્યરત રહેશે.
