///

ગુજરાતમાં કોરોના વાયરસ અટકાવવા લોકજાગૃતિ માટે આશાવર્કરને તાલીમ આપશે સરકાર

અમદાવાદ જિલ્લાની આંગળવાળી ની 1150 આશાવર્કર બહેનાેને લાેકાેમાં જાગૃતિ આવેતે માટેની  ખાસ તાલીમ આપવામાં આવશે. ચિનનો કોરોના વાયરસ,અમદાવાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 1150 આશાવર્કર બહેનોને  કાેરાેના વાયરસ અંગે લાેકાેમાં જાગૃતિ આવે તે અંગેની  તાલીમ આપવામાં આવશે  ત્યારબાદ આશાવર્કરો ગ્રામ્ય વિસ્તારમાં લાેકાેને ઘરે ઘરે જઈ  જાગૃત કરશે. તેમજ કાેરાેના વાયરસથી બચવા લાેકાેને ધ્યાનમાં રાખવા જેવી બાબતાે અંગે માહિતી આપશે .ખાસ કરીને શું તકલીફ થાય ત્યારે કેવા પ્રકાર ની દવા લેવી ક્યાં ડોકટરો ની સલાહ લેવી ભીડભાડ વાળા વિસ્તાર માં જતી વખતે શું કરવું આવી તમામ પ્રકાર ની માહતી આશાવર્કર બહેનોને આપવા માં આવશે જે બહેનો તાલીમ બાદ અલગ અલગ વિસ્તારો માં ફરી લોકો ને જાગૃત કરશે

ચીનમાં કાેરાેના વાયરસને કારણે શનિવારે 89 લાેકાેના માેત થયા હતા અને રવિવારે પણ વધુ લાેકાેના માેત થવાના કારણે માેતનાે આંક  910ને પાર કરી ચુકયાે છે. ચેપગ્રસ્ત લાેકાેની સંખ્યા વધીને 40,505ને પહાેંચી છે. હાલ સુધીમાં કુલ 3300 લાેકાેને કાેરાેના વાયરસમાં સારવારથી રાહત મળી છે. ભારતની વાત કરીએ  તાે કર્ણાટકમાં 140 જેટલા શંકાસ્પદ કેસાે સામે આવ્યા હતાં. જયારે ગુજરાતમાં 10 જેટલા શંકાસ્પદ કેસાે સામે આવ્યા છે આ કોરોના વાયરસ ગુજરાતમાં ઘર ના કરી જાય તે માટે હવે સરકારે એક કદમ આગળ ચાલવા માટે આશાવર્કર બહેનો ની મદદ થી લોકજાગૃતિ શરૂ કરી છે . 

Leave a Reply

Your email address will not be published.