કોરોના વાઇરસના પગલે બંધ કરાયેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર હજુ 30 નવેમ્બર સુધી પ્રતિબંધ યથાાવત રહેશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકે (DGCA)એ બુધવારે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર 2020 સુધી લંબાવી દીધો છે. જો કે આંતરરાષ્ટ્રીય કાર્ગો ઓપરેશન અને સ્પેશિયલ ફ્લાઇટ્સ પહેલાંની જેમ ચાલુ રહેશે.
DGCAએ કોરોના વાઇરસને ધ્યાનમાં રાખી એક નવુ સર્ક્યુલર બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 26 જૂન 2020ના સર્ક્યુલરમાં થોડો ફેરફાર કરતા આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ સેવાઓ અંગેના સર્ક્યુલરનો ઓથોરિટીએ 30 નવેમ્બરની રાત્રે 11.59 કલાક સુધી લંબાવી દીધું છે.
— DGCA (@DGCAIndia) October 28, 2020
ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીને પગલે ભારતમાં 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. લોકડાઉનને પગલે દેશમાં ઘરેલુ ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂકાયો હતો. પરંતુ 25 મેથી દેશમાં ફ્લાઇટ સેવા શરુ કરવામાં આવી હતી.