/

રાજ્યસભાની કોંગ્રેસની બીજી સીટ ઉપર હજુ પણ હારનું સંકટ

આગામી 26મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં ચાર બેઠકો પૈકી બે બેઠકો પર કોંગ્રેસ જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે પરંતુ જેમની સાથે કોંગ્રેસ નું ગઠબંધન થવાનું હતું તે BTP સાથે આજ સુધી સમાધાન નહીં થતા હવે કોંગ્રેસ માટે કપરા દિવસો આવી રહ્યા છે. કોંગ્રેસ પાસે પૂરતા ધારાસભ્યો હતા પરંતુ ભાજપે ખેલ ખેલી 5 ધારાસભ્યોના રાજીનામાં અપાવી કોંગ્રેસનો ખેલ બગાડ્યો છે. ત્યારે કોંગ્રેસે BTP સાથે સમાધાન કરવાની નોબત આવી હતી હવે BTPની માંગ નહિ સંતોષાતા BTP આડુ ફાટ્યું અને સમાધાન ભાંગી પડતા હવે કોંગ્રેસ ને બીજી સીટ ગુમાવવી પડે તેવી હાલ ની સ્થિતિ છે. હાલ તમામ ધારાસભ્યો ઘણા દિવસ થી જયપુરમાં છે કોંગ્રેસને વિશ્વાસ હતો કે BTP રાજ્યસભામાં સાથ આપશે પરંતુ છેલ્લી ઘડીએ BTPએ કોંગ્રેસને ઠેંગો બતાવી દેતા હવે કોંગ્રેસ બીજી સીટ ગુમાવી રહી હોવાના એંધાણ વર્તાય રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.