///

શેરબજાર: સેન્સેક્સ 46 હજારને પાર પહોંચ્યો, નિફટીમાં 66 પોઈન્ટની તેજી

દેશમાં કોરોના વાઈરસ વેક્સિન બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દરેક ભારતીયને વેક્સિન આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. તો વેક્સિનને લઈને સતત આવી રહેલા પોઝિટિવ સમાચારોના પગલે શેર બજાર આ અઠવાડિયે સતત ચમકતું જોવા મળ્યું છે.

જેમાં બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજના સેન્સેક્સ 289 પોઇન્ટની તેજી સાથે 45,897ની રેકોર્ડ ઉંચાઇ પર ખુલ્યું છે. આ જ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી લગભગ 66 પોઇન્ટની તેજી સાથે 13,458 ના રેકોર્ડ પર ખુલ્યો છે.

શેર બજાર દરરોજ નવા સ્તર પર પહોંચી રહ્યું છે. સાથે સાથે શેર બજાર નવા રેકોર્ડ સાથે ઓપન અને ક્લોઝ થઇ રહ્યું છે. તો આજે રોકાણકારોની નજર સેન્સેક્સના 46 હજારને પાર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ તેજી જોવા મળી રહી છે.

આ ઉપરાંત કારોબાર દરમિયાન સેન્સેક્સ 426.39 પોઇન્ટના ઉછાળા 46,034.90ની રેકોર્ડ ઉંચાઇ પર અને નિફ્ટીએ 13,500ની સપાટી વટાવી દીધી છે. કારોબાર દરમિયાન શરૂઆતમાં 1137 શેરોમાં તેજી અને 247 શેરોમાં ઘટાડો આવ્યો હતો.

આપને જણાવી દઈએ કે, શેર બજારમાં તમામ સેક્ટર ગ્રીન નિશાન પર જોવા મળી રહ્યા છે. સાથે જ મિડકેપ તેમજ સ્મોલકેપ ઇન્ડેકસમાં અડધાથી વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.