/

જો તમે તમાકુનું સેવન કરતા હોય તો આ સમાચાર વાંચવા જરૂરી છે

આજકાલની યુવાપેઢી નાની ઉંમરમાં મિત્રો સામે ખોટા દેખાડાઓ કરવા માટે નશાને રવાડે ચઢી જતાં હોય છે. ધીમે-ધીમે આ નશાખોરી તેમની આદત બની જાય છે. બાદમાં આ નશાઓથી યુવા પેઢી બહાર આવી શકતી નથી. મોટાભાગનાં લોકો એમની યુવા અવસ્થામાં તેવામાં  કેન્દ્વ સરકારે સિગરેટ અને તમાકુને લઇને કડક નિયમો બનાવવા માટે મંત્રણા કરી છે.કેન્દ્વ સરકાર દેશમાં તમાકુ સેવન માટે ઉંમરમાં વધારો કરીને અને તેના સંલગ્ર નિયમોના ઉલ્લંધન પર દંડની રકમ વધારવા પર વિચાર કરી રહી છે. કેન્દ્વીય સ્વાસ્થય મંત્રાલયે આ માટે સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદન નિયમોને કડક બનાવવા માટે ચર્ચા કરી રહી છે. સરકારના પ્રયત્ન સીઓટીપીએના નિયમોને મજબુત બનાવીને યુવાવર્ગને તમાકુની ખરાબ અસરોથી દૂર રાખવાનાં છે.

સ્વાસ્થ મંત્રાલયે બેઠક યોજી હતી. જેમાં તમાકુ નિયંત્રણ માટે કાયદાકીય સુધારા કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તમાકુ સેવન માટે ઉંમરમાં વધારો કરવા અને નિયમોના ઉલ્લંધન કરવા પર દંડ વધારવાની ભલામણ કરી હતી. એ સિવાય હવેથી તમાકુ ઉત્પાદનો પર બારકોડ કોડ પણ લગાવવામાં આવશે. જેમાં તમાકુ ઉત્પાદન કાયદેસર છે કે ગેરકાયદેસર તેની સરકારને જાણ થશે. સરકારી અધિકારીએ જમાવ્યુ કે, તમાકુ સેવન માટે ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવાથી ધ્રૂમપાન કરનારાની સંખ્યા ધટશે. માતા-પિતા પણ ૨૧ વર્ષથી નીચેના સંતાનોને દુકાનમાં તમાકુ ઉત્પાદન ખરીદવા નહીં મોકલી શકે. 

Leave a Reply

Your email address will not be published.