ગુજરાતમાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાની વાતો વાહિયાત

સરકાર દ્રારા ગરીબ અને માધ્યમ વર્ગ ના બાળકો ને પૂરતું પોષણ મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા  બાળકો ને સુપોષિત બનાવવા માટે અને તેમને સારો ખોરાક મળી રહે તે માટે સરકારી શાળાઓ માં દરરોજ બપોરે મધ્યાહન ભોજન પીરસવા માં આવે છે પરંતુ છેલ્લા થોડા સમય થી પોરબંદર ના સરકારી અનાજ ના ગોડાઉન માં પડેલો અને કઠોળ નો જથ્થો બાળકો ને ખવડાવવા લાયક નહીં હોવાનો પોરબંદર ના ડેપ્યુટી કલેકટરે સરકાર ને પત્ર લખ્યો છે પત્ર માં લખ્યું છે કે અનાજ ના ગોડાઉન માંથી જે જથ્થો સમયસર મળવો જોઈ એ તે મળતો નથી તેમજ ગોડાઉન માં પડેલો જથ્થો છે તેમાં ઈયળ હોવા નો પત્ર માં ઉલ્લેખ કર્યો છે.

રાજ્ય ની હજારો સરકારી શાળા માં લાખો  લોકો ને ભોજન પીરસવા માં આવે છે તેનાથી બાળકો સુપોષિત બને પરંતુ સરકારી ગોડાઉન માંજ પડેલો જથ્થો જો ખરાબ હોઈ તો બાળકો  સુપોષિત થવા ના બદલે બીમાર પડે અને આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ હોલ સર્જાણી છે   

સરકાર નવી નવી યોજનાઓ લાગુ કરી કુપોષિત બાળકો ને  સુપોષિત બનાવવા ના દાવા કરે છે ત્યારે રાજ્ય સરકાર ના જ અધિકારી અધિકારીજ સરકાર ના દાવાની નારી વાસ્તવિકતા બહાર લાવે છે જોવા નું એ છે કે સરકાર હવે પોતાના અધિકારી ના પત્ર પછી જાગી જશે કે કોઈ નકક્કર પગલાં લેશે તે જોવાનું  રહેશે.

Leave a Reply

Your email address will not be published.