///

વિચિત્ર વિવાહ : જીવતા હતા ત્યારે પ્રેમ લગ્નની મંજૂરી ન આપી, આપઘાત બાદ પ્રેમીપંખીડાના કરાવ્યા લગ્ન

મુકેશે લગ્ન માટે નેહાના પરિવાર સાથે પણ વાત કરી હતી, પરંતુ તેઓ રાજી થયા ન હતા. આ પછી, મુકેશ અને નેહાએ રવિવારે ગામમાં જ એક ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. મરતા પહેલા મુકેશે વોટ્સએપ સ્ટેટસ પર બાય એવો મેસેજ પણ મુક્યો હતો.

વિચિત્ર વિવાહ : જીવતા હતા ત્યારે પ્રેમ લગ્નની મંજૂરી ન આપી, આપઘાત બાદ પ્રેમીપંખીડાના કરાવ્યા લગ્ન

મુંબઈ : મહારાષ્ટ્ર (Maharastra)ના જલગાંવ (Jalgaon) જિલ્લાના વાડે ગામમાં રહેતા પ્રેમી પંખીડા (Lovers)ની એકબીજા સાથે લગ્ન કરવાની ઈચ્છા તેઓ જીવતા હતા ત્યારે પૂરી થઈ શકી નહીં. પરિવારે લગ્નની ના પાડી દેતા બંનેએ આત્મહત્યા (Lovers suicide) કરી લીધી હતી. તેમના મૃત્યુ પછી, પરિવારના સભ્યોએ તેમના પ્રતીકાત્મક રીતે લગ્ન કરાવ્યા અને બંનેને દુનિયામાંથી અલવીદા કર્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાડે ગામમાં રહેતા 22 વર્ષીય મુકેશ સોનવણે અને પાલડમાં રહેતી નેહા ઠાકરે વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. મુકેશ અને નેહા લગ્ન કરવા માંગતા હતા અને સાથે જીવન વિતાવવા માંગતા હતા. તેઓએ આ માટે તેમના પરિવારજનો સાથે વાત કરી, બંને પ્રેમીપંખીડા એક જ સમાજના હતા. પરંતુ બંનેના પરિવારો તેમના લગ્ન માટે સંમત ન થયા.

જ્યારે પરિવારના સભ્યોએ તેમને લગ્ન કરવાની ના પાડી ત્યારે બંનેએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. નેહા અને તેનો પરિવાર છેલ્લા કેટલાક મહિનાઓથી તેમના એક સંબંધીના ગામ વાડેમાં રહેતો હતો. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તેના પરિવારે તેનો ઇનકાર કર્યો હતો.

મુકેશે લગ્ન માટે નેહાના પરિવાર સાથે પણ વાત કરી હતી, પરંતુ તેઓ રાજી થયા ન હતા. આ પછી, મુકેશ અને નેહાએ રવિવારે ગામમાં જ એક ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. મરતા પહેલા મુકેશે વોટ્સએપ સ્ટેટસ પર બાય એવો મેસેજ પણ મુક્યો હતો. જોકે આ બંને પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

બંનેના પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને વાડે ગામે લઈ જવામાં આવ્યા હતા. બંનેના મૃતદેહના ત્યાં એક સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, પરિવારના સભ્યોએ તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે બંનેના પ્રતીકાત્મક લગ્ન પણ કરાવ્યા.

Leave a Reply

Your email address will not be published.