/

પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટની કડક કાર્યવાહી

પાકિસ્તાનની એન્ટી ટેરરિઝમ કોર્ટ દ્વારા આતંકવાદીઓને થતા ફંડિંગ કેસ મામલે હાફિઝ સઈદની આગેવાની હેઠળના જમાત-ઉદ-દાવાના બે પ્રવક્તાને 32 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદ 2011માં મુંબઇમાં થયેલા આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે. અદાલતે ફંડિંગ કેસમાં સઈદના સબંધી સહિત જમાત-ઉદ-દાવાના અન્ય બે નેતાઓને પણ દોષી જાહેર કર્યા છે.

અધિકારીએ એક પ્રાઇવેટ એજન્સીને જણાવ્યું હતું કે, એન્ટી ટેરરિઝમ કોર્ટના ન્યાયાધીશ એજાઝ અહમદ બુત્તારે જમાત-ઉદ-દાવાના પ્રવક્તા યાહ્યા મુજાહિદને 32 વર્ષની સજા સંભળાવી હતી. તે જ સમયે, પ્રોફેસર ઝફર ઇકબાલ અને પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી (સઈદના સંબંધીઓ)ને બે કેસમાં અનુક્રમે 16 અને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

તેઓએ વધુમાં કહ્યું કે, ફંડિંગ કેસ મામલે અન્ય બાબતોમાં જમાત-ઉદ-દાવાના અન્ય બે નેતાઓ અબ્દુલ સલામ બિન મોહમ્મદ અને તુકમાન શાહ સામે આરોપો ઘડવામાં આવ્યા છે. કોર્ટે ફરિયાદીને 16 નવેમ્બરના રોજ તેના સાક્ષીઓ રજૂ કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.