////

રાજકોટ પોલીસની શખ્ત કાર્યવાહી, કરફ્યૂથી અત્યાર સુધીમાં અધધ… કેસ નોંધ્યાં

દેશમાં કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થયો છે, ત્યારે ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં રાજ્ય સરકાર દ્વારા કરફ્યૂ લાદવામાં આવ્યો છે. રાત્રીના 9 કલાક બાદ સવારના 6 કલાક સુધી આ ચાર મહાનગરોમાં કરફ્યૂ લાદવામાં આવ્યું છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા કરફ્યૂ શરૂ કરાયુ ત્યારથી અત્યાર સુધીમાં કુલ 8500થી વધુ અલગ અલગ કેસ પોલીસ મથકમાં નોંધવામાં આવ્યા છે.

રાજકોટ પોલીસ દ્વારા રાત્રી દરમિયાન સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 8504 જેટલા કુલ કેસ કરવામાં આવ્યા છે. જેમાં જાહેરનામા ભંગના 2663, સોશિયલ ડિસ્ટનસના 2282, માસ્ક અને જાહેરમાં થુંકવાના 1705, વાહનમાં સોશિયલ ડિસ્ટન્સના 189, દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સના 26, ડ્રોન મારફતે 79, વાહન ડિટેઇનના 1560 જેટલા પોલીસ કેસ કરવામાં આવ્યા છે. આમ, રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 8504 જેટલા વિવિધ પોલીસ સ્ટેશન દ્વારા કરફ્યૂ કામગીરી દરમિયાન કરવામાં આવ્યા છે.

દિવાળીના ઉત્સવ દરમિયાન રાજકોટવાસીઓમાં ગંભીર બેદરકારી જોવા મળી હતી અને કેટલાક લોકો દ્વારા સોશિયલ ડિસ્ટનસનું પાલન, માસ્ક ન પહેરીને બજારોમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા. આમ, રાજકોટમાં દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં સારો એવો ઉછાળો આવ્યો હતો. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં ગત્ત 21 નવેમ્બરથી રાત્રીના 9 કલાકથી સવારના 4 કલાક સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. તેમજ જ્યાં સુધી નવા આદેશ ન આવે ત્યાં સુધી આ કરફ્યૂ યથાવત છે.

Leave a Reply

Your email address will not be published.