/

કોરોના વાયરસની રસી શોધવામાં મળી સફળતા, હવે માનવો પર થશે પરિક્ષણ

અમેરિકાની કંપની જ્હોનસન એન્ડ જ્હોનસનને કોરોનાની સંભવિત રસી શોધવમાં સફળતા મળી છે. અન વહેલી તકે તેણે પ્રયોગ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના તબીબોએ કોરોના વાયરસને અટકાવવા માટે બે દવાનું કોમ્બિનેશનલ શોધી કાઢ્યું હતું. તો જ્હોનસન એન્ડ જ્હોનસન કંપનીએ કહ્યું છે કે તે અમેરિકાની સરકાર સાથે એક અબજ ડોલરનું સંયુક્ત રોકાણ કરશે અને આ રસીને શોધશે. કંપનીએ જણાવ્યું છે કે તે સપ્ટેમ્બર મહિનાથી પ્રયોગ શરૂ કરશે. જે પ્રયોગ માણસો અને પ્રાણીઓ પર કરવામાં આવશે. કંપનીને ખૂબ મોટી આશા છે કે વર્ષ 2021ની શરૂઆતમાં આ રસી સમગ્ર વિશ્વમાં ઈમર્જન્સી ઉપયોગ માટે તૈયાર થઈ જશે.

કંપનીના મુખ્ય વૈજ્ઞાનિક પોલ સ્ટોફલ્સનું કહેવું છે કે તેઓ સાર્સની રસી પણ શોધવામાં સફળ રહ્યા છે જેનો તેમણે પ્રાણીઓ પર પ્રયોગ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોરોનાની રસી સફળતા પૂર્વક તૈયાર કરવામાં તેઓ અગ્રેસર રહેશે. આ દરમિયાન અમેરિકાના તબીબોએ કોરોના સામે લડવા માટે બે દવાની ઓળખ પણ કરી લીધી છે જેનો ફ્રાંસમાં સફળતા પૂર્વક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ બંન્ને દવાઓ અગાઉથી ઉપલબ્ધ છે અને તેનો જુદી જુદી બિમારી દરમિયાન ઉપયોગ થતો હતો.

Leave a Reply

Your email address will not be published.