////

બોલિવુડ ડ્રગ્સ કેસમાં ગાંધીનગર FSLને સાંપડી સફળતા, બે હાર્ડડિસ્ક ભરીને ડેટા રિકવર

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત મામલે તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ સામે આવ્યુ હતું. ત્યારબાદ નારકોટિક્સ બ્યૂરો કંટ્રોલ એક્શનમાં આવ્યું હતું. બોલિવૂડ ડ્રગ્સ કેસ મામેલ NCBએ 85 ગેજેટ્સ ફૉરેન્સિક તપાસ માટે રાજ્યના ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક લેબમાં મોકલ્યાં હતા. જેમાં તેમને મોટી સફળતા સાંપડી છે.

ગાંધીનગર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવેલા ગેજેટ્સમાં સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, અભિનેત્રી દીપિકા પાદૂકોણ, શ્રદ્ધા કપૂર, સારાઅલી ખાન અને અભિનેતા અર્જુન રામપાલ જેલા બોલિવૂડ સેલેબ્સ સહિત અન્ય ડ્રગ્સ પેડલર્સના છે. NCB દ્વારા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવેલા 100 ગેજેટ્સમાંથી 80 iPhone છે. જેમાંથી 30 મોબાઈલના ડેટા FSL દ્વારા રિટ્રાઈવ કરવામાં આવ્યો છે. જ્યારે હજુ અન્ય 70 ગેજેટ્સના ડેટા રિટ્રાઈવ કરવાનું કામ હજુ ચાલુ છે.

મહત્વનું છે કે, 3 મહિના પહેલા દીપિકા પાદૂકોણ, સારાઅલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહની NCBએ ડ્રગ્સ કેસમાં પૂછપરછ કરી હતી. દીપિકાનું નામ મેનેજર કમિશ્મા પ્રકાશ સાથે ચેટ વાયરલ થયા બાદ સામે આવ્યું હતુ. જ્યારે સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનું નામ રિયા ચક્રવર્તીએ પૂછપરછમાં લીધું હતું. શ્રદ્ધાનું નામ ટેલેન્ટ મેનેજર જયા સાહા સાથે થયેલી ડ્રગ્સ ચેટ વાયરલ થયા બાદ સામે આવ્યું હતું.

આ અંગે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, છેલ્લા કેટલાક સમયથી NCBએ મુંબઈમાં જે દરોડાની કાર્યવાહી કરી છે, તે 30 ફોનમાંથી મળેલ વૉઈસ ક્લિપ અને ચેટ્સના ફોરેન્સિક રિપોર્ટના આધારે કરવામાં આવી છે. આ રિપોર્ટ ગાંધીનગરના જ ડાયરેક્ટરેટ ઑફ ફોરેન્સિક સાયન્સિસે તૈયાર કરી હતી.

Leave a Reply

Your email address will not be published.