///

ભારતીય નૌસેનાની એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ, મહત્તમ સીમા સુધી લક્ષ્યને ટાર્ગેટ કરવા માટે સક્ષમ

હવે ભારતીય નૌસેના જમીન સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે દરિયાઈ સુરક્ષા માટે પણ પોતાને મજબૂત કરી રહી છે. ત્યારે સતત ઘાતક મિસાઇલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેની સફળતા ભારતની સૈન્ય શક્તિમાં વધારો કરી રહી છે. આ ક્રમમાં નૌસેનાએ શુક્રવારના વધુ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું, જેની સફળતાએ સમુદ્ર સીમાને અભેદ્ય હોવાની ખાતરી આપી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારતીય નૌસેના તરફથી શુક્રવારના એન્ટી શિપ મિસાઇલ ફાયર કરવામાં આવી હતી. નૌસેનાએએ ગાઇડેડ મિસાઇલ કાર્વેટ આઇએનએસ કોરાની મદદથી મિસાઇલને ફાયર કરી. બંગાળની ખાળીમાં ભારતીય નૌસેનાએ તેમનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ યોગ્ય ચોકસાઈની સાથે મહત્તમ સીમા સુધી લક્ષ્યને ટાર્ગેટ કરે છે.

ભારતીય નૌસેનાના પ્રવકતાએ શુક્રવારે એક ટ્વીટમાં કહ્યું, ભારતીય નૌસેનાના ગાઇડેડ મિસાઇલ કાર્વેટ INS કોરા દ્વારા ટાર્ગેટ એન્ટી શિપ મિસાઇલે બંગાળની ખાડીમાં એકદમ ચોક્કસ નિશાનની સાથે મહત્તમ સીમા સુધી લક્ષ્યને ટાર્ગેટ કર્યો છે.

આ પહેલા ભારતીય નૌસેનાએ 28 ઓક્ટોબરના પણ એક એન્ટી શિપ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તે સમયે એન્ટી શિપ મિસાઇલને ભારતીય નૌસેનાના ફ્રન્ટલાઇન કોરવેટ આઇએનએસ પ્રબલ થી ફાયર કરવામાં આવી હતી. જેણે તેના નિશાના પર ચોક્કસ પ્રહાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.